રવિવાર, 26 ડિસેમ્બર, 2010

હૃદયરોગ- બાબુલ

હ્રદયને વળગેલી
ધમનીઓ
સંકોચાઈ હશે
એનાં પોલાણોની સ્નિગ્ધતા
ખંડિત થઇ હશે
અને એ પર લપેડાયા હશે મેદનાં થર
એક ફેફસાથી વહેલો પ્રાણવાયુ
સતત ધબકતા સ્નાયુને
નહિ હોય પર્યાપ્ત કદાચ
એથી જ તો
સહેજ હાંફ સાથે જ
જાગે છે છાતીમાં
દુખાવો
તીવ્ર  

બાબુલ 
૨૦/૧૦ /૨૦૧૦ શિકાગો  

મંગળવાર, 30 નવેમ્બર, 2010

પ્રભાવ -બાબુલ

જોઈએ એમાં પ્રભાવ લોહીનો જરા
માત્ર અકસ્માતથી ગઝલ બનતી નથી

બાબુલ

નયા સાલ -બાબુલ

દેખો અગર ગૌર સે તો હર હાલ અચ્છા હૈ
શુક્ર અય રબ  તેરા હર કમાલ અચ્છા હૈ
હૈ અભી તક ઈમાન તો જાહિર હૈ યે  
પુરાને સે 'બાબુલ' નયા સાલ અચ્છા હૈ 
બાબુલ 1/1/2010

બુધવાર, 24 નવેમ્બર, 2010

કિનારે - બાબુલ

વરસોથી ઉભો છે ખડક કિનારે
થઇ જાય પૂરી તરસ કિનારે
ઘર આંગણની છે આ રેત બાબુલ
ચરણોને વળગી છે તરત કિનારે

બાબુલ 
લોંગ બીચ , ઓકલેન્ડ ૧૪ અપ્રિલ ૨૦૧૦


શનિવાર, 13 નવેમ્બર, 2010

હેમંત - બાબુલ

હતાં લીલાં જે મરવાના હતાં
થયાં ભગવા જે ખરવાના હતાં
અરે કેવી છે ઈશ્વર આ વ્યથા
હવે દિવસો ક્યાં ફરવાના હતાં

બાબુલ
ડોન્કાસ્ટર, ૧૨-૧૧-૧૦ 

ગુરુવાર, 4 નવેમ્બર, 2010

નૂતન વર્ષાભિનંદન - બાબુલ

જૂનાથી ય નવું વરસ શુભ હો
સૌ સ્વજનનું સર્વાંગ શુભ હો
દિન બધાં બધી રાત ખુશ હો
આરંભ ને અંત બધાં શુભ હો 
બાબુલ
શિપલી ૪-૧૧-૧૦ 

શનિવાર, 30 ઑક્ટોબર, 2010

દરવેશ - બાબુલ

બાળપણનાં નહીં બાળકોના દેશમાં છું
છું ઘરમાં આમ તો છતાં પરદેશમાં છું
સાગર કદી ઠરી ના શક્યો એની યાદનો
હૃદય એટલે તો તું દરવેશમાં છું  

બાબુલ
૨૯.૧૦.૧૦ 

(દરવેશ = રમતારામ)

રવિવાર, 17 ઑક્ટોબર, 2010

શિકાગો - બાબુલ

ઊંચી
ઈમારતો વચ્ચે
ખોવાઈ ગયો
એક
પડછાયો
--
સૂરજ
સૂકવ્યો છે
લોખંડી મિનારા પર
વેગવંતા વાયરે
ઉડી જશે તો?
---
સરોવર કાંઠે
એક વાદળી
ચીતરે છે નાનકડી
બારી
ખુલ્લા આકાશે!

બાબુલ 
શિકાગો ૧૭-૧૦-૧૦ 

બુધવાર, 6 ઑક્ટોબર, 2010

લઘુ ખંડકાવ્ય - બાબુલ


તું

પલક પર
મલકે છે લગીર
આછા ઉજાસમાં
ને
ઉકલે છે સવાર
-
નિત્ય
પસાર થતા મારગે
વેરણછેરણ થઇ ગયો છે
દિવસ
એવું કેમ?
 -
શાંત કિનારે
મારાં પગલાં
છેલ્લી છોળમાં ઓગળી જાય
એ જ ઘડીએ થઇ જાય છે
સૂર્યાસ્ત
-
બાબુલ 
ન્યુ કાસલ ૧૪/૬/૧૦

શુક્રવાર, 3 સપ્ટેમ્બર, 2010

સૂર્યસ્નાન- બાબુલ

માન ન માન
 નથી
વામકુક્ષી
બિન્દાસ્ત
પૂરબહાર ખીલેલાં
ખેતરે
નિરાંતવા
લંબાવ્યું છે
ચોક્કસ કરવા
ચર્ચની ટેકરી પર
સૂર્યસ્નાન.
જોઇશ ફરી તો 
થયું હશે એ 
ટાન*.


*ટાન Tan સૂર્યસ્નાનથી ત્વચાનો વર્ણબદલાવ 

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

ખેદ - બાબુલ

કુરાન પુરાણ શાસ્ત્ર ગ્રંથ કે વેદ
ક્યાંથી શોધવો આ દર્દનો ભેદ
રહેશે હૃદયને કાયમ એ  ખેદ
થયો અજાણે સ્નેહમાં જે છેદ  

બાબુલ 

સોમવાર, 23 ઑગસ્ટ, 2010

મુક્તક - બાબુલ

તરંગ થઇ શમણાં વહ્યા હશે
પવન થઇ તરણા સહ્યા હશે
નયન મહિ હરણા રહ્યાં હશે
ગઝલ મહિ ઝરણાં કહ્યા હશે
બાબુલ 

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

તારી અસરમાં - મનોજ ખંડેરિયા

આ ગઝલમાં એકલતાનો અહેસાસ ઠાંસોઠાંસ ભરેલો છે. બાહ્ય અને આંતરિક ખાલીપો કેવી ઉદાસી સર્જે છે, કોઈક  કે કશાકની ઉણપ એકલા પડતાંની સાથે જ કેવી અચાનક ફૂટી નીકળે છે અને માનસને ઘેરી વળે છે એની સંવેદના સર્વશ્રી  મનોજ ખંડેરિયાએ આબેહૂબ કંડારી છે આ પંક્તિઓમાં... 


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

મનોજ ખંડેરિયા 

શનિવાર, 31 જુલાઈ, 2010

જન્મદિન મુબારક



આજ ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિચારક અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ  (અમારા પિતાશ્રી) ડૉ.દાઉદભાઈ ઘાંચીનો જન્મદિન છે, એમને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. એમના સ્વસ્થ દીર્ઘાયુની દુઆઓ સહ આ મુક્તક એમની એક ટચૂકડી ઓળખાણ-  

ના અછત કોઈ દિ ના તો છત નડી છે
આકાશ પ્રસરે એમ  નજર ઘડી છે
આ ખડક ખીણ ને પહાડ વળોટીને
નીકળ્યા અમે ત્યાં પગથી પડી છે. 
બાબુલ 
૩૧ જુલાઈ ૨૦૧૦  

સોમવાર, 26 જુલાઈ, 2010

સૂરજ

સૂરજને હેરાન કરવાની એક તક
વાદળી રાતનો અંધકાર એ શક
બાકી સૂરજ સરકાર, સૂરજ મુલક
પછી ઉજાસ અંગે આપણો શો હક 

બાબુલ (૧૯૮૬)

મંગળવાર, 20 જુલાઈ, 2010

કુછ ન કહેં - કબીર

રોજબરોજનાં વ્યવહારની વ્યાધિઓ , ઉપાધીઓ ટાળવા કબીરજી કહેં છે :


जा ही मुरख दुरजन मिले
ता ही सैन करें

जा ही न समजे सैन में
ता ही बैन कहे

जा ही न समजे सैन बैन
ता ही कुछ न कहे

कबीर

સૌજન્ય : ડૉ. દાઉદભાઈ ઘાંચી

સૈન - સાન
બૈન - વાણી

શુક્રવાર, 16 જુલાઈ, 2010

પર્યાપ્ત છું - બાબુલ


અન્ય છું હું અને હું જ આપ્ત છું
 અહીં ત્યાં ને બધે જ  વ્યાપ્ત છું
છું આખર આરંભ ને પર્યાય હું
છે શ્રદ્ધા તો હું જ પર્યાપ્ત છું 


બાબુલ

શિપલી ૧૬ જુલાઈ

શનિવાર, 10 જુલાઈ, 2010

આવજાવ - બાબુલ

થઇ ગયું એવું આ આવજાવમાં
પેસી ગયું અન્ય મુજ સ્વભાવમાં
હતાં કિનારા સમ જે અડીખમ
ધોવાઈ ગયાં એ ય પ્રવાહમાં
ભૂલી પડે તો કેડીને  પૂછજે
નદી જેવી કેમ છે તું દેખાવમાં
બસ એમ છોડી ના જા તું મને
તું જ નીસરે છે પછી આહમાં 
હતો 'બાબુલ' જેવો જે માણસ
કેવો થઇ ગયો એ પ્રભાવમાં

બાબુલ 
      લીડ્સ  ૧૪/૬ ૧૦

રવિવાર, 4 જુલાઈ, 2010

મોનાલિસા-બાબુલ

પેરિસના લુવ્ર સંગ્રહાલયમાં સ્થિત મોનાલિસાના ચિત્રથી સ્ફુરેલ આ કાવ્ય સાદર છે;


ઘોંઘાટીયા પ્રવાહમાં
રેલાઈ ના જાય
એનું સ્મિત એથી
પારદર્શક
કાંચળીમાં
જડી છે
જન્મે
નિતાંત
બહેરી મૂંગી
ગોરીને:
કરવા
રંગીનને
ગમગીન?

બાબુલ
યોર્ક ૧૪/૬/૧૦  

રવિવાર, 27 જૂન, 2010

અભિનંદન

ગુજરાતના અગ્રીમ સાક્ષર, વિવેચક, વિચારક અને ગુજરાતી વિશ્વકોશના અધ્યક્ષ, મુરબ્બી ધીરુકાકાનો આજે જન્મદિન છે. એમને ખૂબ શુભેચ્છાઓ. ધીરુકાકા વરેલા છે માનવ ઉત્કર્ષને - આજીવન . ઈશ્વર એમને દીર્ઘાયુ બક્ષે. એમના જીવનક્રમ અને જીવનકર્મને સંદર્ભે ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ શાયર દીપક બારડોલીકરનો  એક શેર.

તિમિરને રજનીને અજવાળ્યા કરું છું
દીપક છું, ધરમ પાળ્યા કરું કરું છું

કોલાહલ - બાબુલ

છે વિષાદ અહીં પણ ત્યાં પણ
ના થઇ શકી હા ન ના પણ
નયન બસ એમ વરસી ગયાં
છાની ના રહી શકી પાંપણ
હતું ભરચક છેક સાંજ સુધી
ગયો સુરજ તો સૂનું આંગણ
જેના ખાતર ઘૂંટ્યા અક્ષર
એ દઇ ગયાં માત્ર આંટણ
ડૂબ્યો કોલાહલમાં 'બાબુલ'
તારી ના  શકી વાહવા પણ

બાબુલ

શુક્રવાર, 25 જૂન, 2010

या रब - સઈદ મુસાફિર

या रब किसी से छीन कर मुझ को खुशी न दे
जो दूसरों पे भार हो वो जिंदगी  न दे
 
सज़दे में ही पड़ा रहूँ दिन रात तेरे लेकिन
जिसमे दुआ न निकले वो बंदगी न दे
 
रहने  दे  ज़मीं पर ही उड़ना नहीं है मुझको
ज़ख़्मी हो जब परिंदे परवाज़गी न दे
 
साकी हो जाम भी हो महफ़िल हो शाम भी हो
पीकर कदम न बहके वो मयकशी न दे
 
दुश्मन के भंवर से तो वाकिफ हूँ मैं  मगर
साहिल पे जो डुबोये वो दोस्ती न दे
 
चलने दे "मुसाफिर" को तन्हा ही राह में
जो कांटे ही बिछाए वो रहबरी न दे
 
सईद "मुसाफिर"
१२ जून २०१०  

શનિવાર, 19 જૂન, 2010

સમજો તો

જુદા અભિગમ, જુદા પ્રમાણ, જુદી માન્યતાઓ, જુદી શૈલી સમાજ ને, સંસ્કૃતિને , સાહિત્યને ભાતીગળ કરે છે સમૃદ્ધ કરે છે. એ માટે જરૂરી છે સમજ... જો સમજ કેળવાય તો માણસ કેળવાય - સમાજ કેળવાય! ... સમજવા સમજાવવા અંગે ગાલિબનો આ શેર જોઈએ તો:
યા રબ વો ના સમઝે હૈ 
ન સમઝેંગે મેરી બાત
દે ઔર દિલ ઉનકો
જો ન દે મુઝકો જુબાં ઔર.

સૌજન્ય: ડૉ. દાઉદભાઈ ઘાંચી

આર્ટ ગેલેરી - બાબુલ

આર્ટ ગેલેરી
કેટલી યે
આંખોમાંથી ઉમટેલાં
ટોળાબંધ ગીધડાં
નફ્ફટ થઇ ટોચ્યા કરે છે
એક નિષ્પ્રાણ દેહને
વરસોથી
...
ખીટીથી ટીંગાવાની
ઈસુ યાતના
જીવતી રાખી છે
ચિતારાઓએ 
ઝળહળ દીવાલો પર
બાબુલ  
ડાર્લિંગટન -ઈસ્ટ કોસ્ટ ટ્રેન ૧૪/૬/૧૦ 

રવિવાર, 16 મે, 2010

જોગણ - બાબુલ

આંખ બહુ શરમાળ છે
હોઠને ય હડતાળ છે
જોગણનો ઠાઠ માદક
શું રૂપનો રસથાળ છે

બાબુલ
(૧૫/૫/૧૦ ના બાટલીના મુશાયરામાં રજુ કરેલ મુક્તક )

ગુરુવાર, 13 મે, 2010

દર્દ - બાબુલ

દરિયો કિનારાને તરસતો હશે
અમથો  વરસાદ કાંઈ વરસતો હશે 
હશે એને ય દર્દ કશુંક બહુ ભારે
મેઘો એટલે  જ તો ગરજતો હશે 

બાબુલ  
૮ .૪. ૧૦ ક્રાઈસ્ટચર્ચ

શનિવાર, 1 મે, 2010

ગુજરાત

આજ ગુજરાતદિન નિમિત્તે શુભેચ્છા સહ-

નથી કેવળ
હવે હૃદય મારું 
ગુજરાત છે 

બાબુલ

રવિવાર, 25 એપ્રિલ, 2010

ખરા ઈલમી - ખરા શૂરા


ગુજરાતી કવિતાનો જન્મ નરસિંહના પદોથી થયેલ. એ જ નરસિંહ ઉપર તાજેતર માં એક કાર્યક્રમ યોજાઈ ગયો. મારાં બહેન, હિનાબહેને  ગુજરાતી વિશ્વકોષ ભવન, અમદાવાદ ખાતે  નરસિંહની ભક્તિ, પ્રેમ, માટે યોજાયેલ નૃત્યનાટિકાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરેલ વક્તવ્યમાંથી કાવ્ય પંક્તિઓ અહીં ટાંકી છે.

"કલાપી એ નરસિંહ માટે અને મીરાં માટે કહેલ,

હતો નરસિંહ હતી મીરાં 
ખરા ઈલમી ખરા શૂરા.

નરસિંહ  ગોપી ભાવે કહે છે,
કોણ પુણ્યે કરી નાર હું અવતરી,
શ્રી હરિ દીન થઇ દાન માંગે.

મેલી પુરુષપણું સખી  રૂપ થઇ રહ્યો ,
તારા પ્રેમથી  હું રે રાચ્યો."


સૌજન્ય: હિનાબહેન શુક્લ

ગુરુવાર, 1 એપ્રિલ, 2010

વાત - બાબુલ

આમ તો એકાદ લકીરની વાત છે
હાથમાંજ બાકી તકદીરની વાત છે

ના રો મળેલા બુઢાપાને 'બાબુલ'
અહીં ખોવાયેલા સગીરની વાત છે.
બાબુલ

શનિવાર, 27 માર્ચ, 2010

में रह गया - સઈદ મુસાફિર

ફસોસ ! અફસોસ કે સમયને પાછો નથી લઇ જઈ શકાતો, ના તો બનેલી ઘટનાઓ ને બદલી શકાય છે. આવી જ કોઈ વ્યથામાં શાયર અહીં લખે છે... ખોવાયેલી તકો વિષે, અને શાયર નું એ insight કદાચ બીજા સૌને મદદરૂપ થાય એમ માની ને કદાચ શાયર એમની વેદના ને આમ વર્ણવે છે....


जलवों को देखने में दिखाने में रह गया
मैं  आईना था सबको लुभाने में रह गया II
 
उसने हकीक़तों के समुन्दर को मथ लिया
मैं  था के अपने ख्वाब सजाने में रह गया II
 
यारों ने रेंग रेंग के मंजिल को पा लिया
मैं  रास्ते के खार हटाने में रह गया II
 
कल रात चोर दौलते एहसास ले गए
मैं  अपने घर की शमा जलाने में रह गया II
 
डाका पड़ा था घर में और घर भी लुट गया
मैं  था के अपनी जान बचाने में रह गया II

खार = thorns (कांटे)
સઈદ મુસાફિર 

શુક્રવાર, 19 માર્ચ, 2010

બાબુલ છું



રોજ આંખના આંસુ હું ખાળ્યા કરું છું 
 બાબુલ છું જાતને સંભાળ્યા કરું છું 
 તપી ગયા જો તડકે દિ ભર પછી  
 સાંજ ઢળે ઢોલિયા ઢાળ્યા કરું છું
બાબુલ

સોમવાર, 15 માર્ચ, 2010

અંતરની જાગ્રતિ


સ્વભાવથી અને સંસ્કારથી માણસને અંધારું પ્રિય છે.અંધારા  પણ જાત જાત નાં હોય છે ને?  એવી અવસ્થા હોય ત્યારે જાગૃત જન અજવાળું ઝંખે એ માટે એના અંતરની જાગ્રતિ હોવી જોઈએ; એની તલપ હોવી જોઈએ. ઇક્બાલે એ અવસ્થા ને આ પંક્તિઓમાં પડઘાવી છે:
                                                       કુછ  કફ્સ કી તીલીયો  સે   છૂં રહા હય નૂર  સા ,
                                                       કુછ ફીઝા , કુછ  હસરતે , પરવાઝ  કી બાતે  કરો;
                                                       બેખુદી  બઢતી ચલી હય , રાઝ કી બાતે  કરો.
 
 
અંતર નો અવાજ કોણ સાંભળી શકે છે? એ માટે જોઈએ  અંતરની ભીતરની સમજ. અને એ આવે છે વર્ષોની  અતુટ  સાધનાથી.
 
દાઉદભાઈ ઘાંચી 

શુક્રવાર, 12 માર્ચ, 2010

પાર કરી દે

આત્માનો અવાજ ખૂબ પ્રભાવશાળી હોય છે, એ જ તો છે માણસાઈનો સાચો ધબકાર. વ્યક્તિગત રીતે આપણે સહુ બાહ્ય વિશ્વમાં એવા મશગુલ રહીએ છીએ અને એના પ્રભાવમાં આવી જઈએ છીએ કે મનોમન અડચણો એકઠી કરતા જઈએ છીએ, આડશો - દિવાલો ઉભી કરીએ છીએ અને એમાં (છટક)બારીઓ ગોઠવીએ છીએ. અંતર એના પડછાયાના બિહામણા અંધારમાં સબડતું રહે એ કરતાં આત્માનો સાચો ઉજાસ એમાં શાતા પ્રસરાવે એ માણસ માટે વધુ ઈચ્છનીય છે. કવિના ઋજુ હૃદયમાં પડઘાયેલો એવો જ કોઈ સંદેશ એક ગઝલ ના શેરમાં કેવો અદભૂત ઝિલાયો છે...

મારી આ દિવાલોથી મને પાર કરી દે
બારીથી મને એક વખત દ્વાર કરી દે
...
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા
તારાથી હવે થાય તો અંધાર કરી દે ...

ગૌરાંગ ઠાકર 

રવિવાર, 7 માર્ચ, 2010

સખી - મહેશ યાજ્ઞિક

ઊર્મિગીત નરી સંવેદનાથી છલોછલ  છે. એમાં સ્પર્શની નજાકત છે, રસીલું કંપન છે, કોઈ અદભૂત અવસરનું ઘટ્ટ રહસ્ય છે.... સમયપટ ઉપર અંકાયેલું સ્વપ્નિલ ચિત્ર, રંગવિહીન, તરસતું ને છતાં રોચક - રોમાંચક; એવું કે જંપવા જ ના દે! એથી જ તો એ સદાબહાર પુલકિત રહ્યું છે!
  
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી


સખી દરદના દેશ વચાળે
મારું તારું મળવું
નવી તરસ લઇ આંખ દુવારે
ઈચ્છાનું ટળવળવું 


એક ઘડી તો લાગ્યું સઘળા અવસર જશે સંપી
પછી નજર કરતી રહી પળપળ તારા ચહેરે ચંપી


સખી વરસતું આભ મળ્યું ને
મળ્યું આયખું કોરું
લાવ હથેળી રંગ વગરનું
સ્વપ્ન આપણું દોરું


પ્રથમ સ્પર્શ નું ઘેન ચઢ્યું કૈ લાગણી ઓ ના જંપી
સખી કમળવન સમું સ્હેજ તું સ્પર્શ થયો ને કંપી

મહેશ યાજ્ઞિક

મંગળવાર, 2 માર્ચ, 2010

સાંજ બધી ઉદાસ છે- 'બાબુલ’

મારી આ ગઝલને જ.આદિલ મન્સુરી સાહેબે એમના 'ગઝલ ગુર્જરી' નેટ પ્રકાશનમાં સ્થાન આપી નવાજી હતી. મારા માટે આદિલસાહેબના સ્પર્શથી એ વધુ પ્રિય બની છે... અહીં એ સાદર રજુ કરી છે, 

સાંજ બધી ઉદાસ છે
તારા મિલનની આશ છે
હું તો બિચારો એકલો
ને એકલું આકાશ છે
સૂરજ ડૂબ્યો જે આંગણે
એ રાત નો આવાસ છે
તારા વિના સૂનો સૂનો
આ ચાંદનો ઉજાસ છે
સૂરજ વિનાનાં સપનાં
ઊંડા ઊંડા રે શ્વાસ છે
આંખ પર છલકી છે એ
હોઠોને જેની પ્યાસ છે
આ ભીનું ભીનું દિલ છે
કે ઊર્મિ તણી ભિનાશ છે
બાબુલ જો ગઝલમાં કહે
બોલ ઇર્શાદ શાબાશ છે

બાબુલ

શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2010

કામણ - બાબુલ

વિજળીની ધાર જાણે આંજણ
લુંટારા નીકળ્યા એ કામણ
થયાં મહાત  'બાબુલજી ' તો 
કાં ચૂપ રહ્યું હશે ડહાપણ 

બાબુલ 

શનિવાર, 13 ફેબ્રુઆરી, 2010

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું - જગદીશ જોશી


પ્રેમીના સંવેદનો શ્રી જગદીશ જોશીના આ ઊર્મિગીત માં અજબ છલકાયા છે, એમાં ભીંજાવાથી ખડક પણ બચી શકે કે કેમ એ એક શંકા છે.    

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે  હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

જગદીશ જોશી  

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...