સોમવાર, 21 સપ્ટેમ્બર, 2009

હાથ- 'બાબુલ’

ભેગા કર હાથ તો પ્રણામ છે
ઉઠાવ જો હાથ તો સલામ છે
આંકે અશ્રુ જો એને 'બાબુલ'
હાથની લકીર પણ કલામ છે.
'બાબુલ’

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

બદલવા-'બાબુલ’

કોણ નીકળ્યું'તું ગઝલ ને બદલવા
કાફિયા સંગે રદીફ ને બદલવા
ના કરીશ શોખ એમનો 'બાબુલ'
બોલશે કોક તો છંદને બદલવા
'બાબુલ’

ઈદ મુબારક - 'બાબુલ’

દુઆ તલબ અધરને બક્ષી દો
બધું માંગ્યા વગરને બક્ષી દો
સહુને ને આ ઘરને બક્ષી દો
પછી બાકી કબરને બક્ષી દો

'બાબુલ’

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...