શુક્રવાર, 13 માર્ચ, 2009

उजाले अपनी यादों के हमारे साथ रहने दो ,
ना जाने किस गली में ज़िन्दगी की शाम हो जाए !!!!!
तूफ़ान ने , नाखुदा ने , समुन्दर ने , मौज ने
जिस जिस का बस चला है सफी ने डुबोये है
-----------------------------------------
इक पल को रुकने से दूर हो गई मंजिल
सिर्फ़ हम नहीं , रास्ते भी चलते ही
-----------------------------------------
दुआ बहार की मांगी तो इतने फूल खिले

कहीं जगह न मिली मेरे आशियाने को
-------------------------------------

बचपन में जब मिले तो कहा मिलना शबाब में
आया है जब शबाब तो पाया नकाब में


ગુરુવાર, 12 માર્ચ, 2009

‘અસર’ કાવ્યસંગ્રહ વિમોચન સમારંભ..ગુજરાતી સાહિત્ય અકાદમી. લંડન 2007

ડો. ધીરુભાઇ ઠાકર ના વરદહસ્તે ‘અસર’ નું વિમોચન.
સ્ટેજ પર સર્વશ્રી જવાહર બક્ષી, ‘બાબુલ’, શ્રીમતી ભદ્રાબેન વડગામા, ડો. ધીરુભાઇ ઠાકર, ડો. જગદીશ દવે અને શ્રી વલ્લભ નાંઢા




થયા કરશે
'બાબુલ’ની અસર
એના વગર

‘અસર’ કાવ્યસંગ્રહ વિમોચન સમારંભ

‘અસર’ કાવ્યસંગ્રહ વિમોચન સમારંભ
ગુજરાતી સાહિત્ય અકાદમી. લંડન 2007
આભાર દર્શન –‘બાબુલ’

સ્ટેજ પર સર્વશ્રી જવાહર બક્ષી, ડો. ધીરુભાઇ ઠાકર, શ્રીમતી ભદ્રાબેન વડગામા, ડો. જગદીશ દવે અને શ્રી વલ્લભ નાંઢા

બુધવાર, 11 માર્ચ, 2009

સવાલ ઉઠે- ‘બાબુલ’

સવાલ ઉઠે
જવાબ પુંઠે
આમ ક્યાંથી
માણસ ફુટે
બોગદામાં જ
ચિત્કાર ખુટે
હાથ ઝાલેલ
આંગળ છુટે
પથ્થર ઉભા
કપાળ કુટે
શુશ્ક આંખે
ઝરણા ફુટે
સપના બધા
ક્ષણમાં તુટે
પીડન એની
’બાબુલ’ ઘુંટે (9/7/05)

ખુદાથી રિશ્તો- ‘બાબુલ’

બંધ કર્યા છે એ દ્વાર ખોલી જો
જ્યોત જેમ એક વાર ડોલી જો
ખુદનો છે ખુદાથી સીધો રિશ્તો
તું યે જરા તારણહાર તો બોલી જો

મંગળવાર, 10 માર્ચ, 2009

મીરા કાવ્ય - રમેશ પારેખ

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરી કટ્ટ
એક અમે પોતે અને બીજો તારો વટ્ટ
નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ
નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?
મીરા કહે કે સાંવરા, વાગે વીજળી બહુ
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

રવિવાર, 8 માર્ચ, 2009

आस्मां से दिल लगा बैठे

हुई हमसे यह नादानी तेरी महफ़िल आ बैठे
ज़मीं की ख़ाक होकर आसमाँ से दिल लगा बैठे

-ग़ालिब

हसरत पै उस मुसाफ़िरे बेकसके रोईये

जो थकके बैठ जाता हो मंज़िल के सामने-

मुसहफ़ी

ख़राबी

वह ख़राबी की है इस भटके हुए इन्सानने
अपनी आँखें बन्द कर लीं शर्मसे शैतानने-
रमज़ी इटावी

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...