Sunday, 27 December 2009

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલએન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ પ્રસ્તુત છે... વધુ એક વર્ષ પૂરું થવાને છે ત્યારે એન્ડ્રુ માર્વેલ વર્ણવે છે એમ જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઇ જીવન ને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ થઇએ અને પ્રેમ વહેંચીએ!
પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

1 comment:

 1. Many thanks for sharing wonderful poem.


  With best wishes & regards

  Hina-Nitin Shukla
  28/12/09
  ------

  To his Coy Mistress
  by Andrew Marvell

  Had we but world enough, and time,
  This coyness, lady, were no crime.
  We would sit down and think which way
  To walk, and pass our long love's day;
  Thou by the Indian Ganges' side
  Shouldst rubies find; I by the tide
  Of Humber would complain. I would
  Love you ten years before the Flood;
  And you should, if you please, refuse
  Till the conversion of the Jews.
  My vegetable love should grow
  Vaster than empires, and more slow.
  An hundred years should go to praise
  Thine eyes, and on thy forehead gaze;
  Two hundred to adore each breast,
  But thirty thousand to the rest;
  An age at least to every part,
  And the last age should show your heart.
  For, lady, you deserve this state,
  Nor would I love at lower rate.

  But at my back I always hear
  Time's winged chariot hurrying near;
  And yonder all before us lie
  Deserts of vast eternity.
  Thy beauty shall no more be found,
  Nor, in thy marble vault, shall sound
  My echoing song; then worms shall try
  That long preserv'd virginity,
  And your quaint honour turn to dust,
  And into ashes all my lust.
  The grave's a fine and private place,
  But none I think do there embrace.

  Now therefore, while the youthful hue
  Sits on thy skin like morning dew,
  And while thy willing soul transpires
  At every pore with instant fires,
  Now let us sport us while we may;
  And now, like am'rous birds of prey,
  Rather at once our time devour,
  Than languish in his slow-chapp'd power.
  Let us roll all our strength, and all
  Our sweetness, up into one ball;
  And tear our pleasures with rough strife
  Thorough the iron gates of life.
  Thus, though we cannot make our sun
  Stand still, yet we will make him run.

  ReplyDelete