શુક્રવાર, 4 ડિસેમ્બર, 2009

કી બોર્ડના કવન - 'બાબુલ’

મનોજ ખંડેરિયાને 'વરસોના વરસ'નું પઠન કરતા વરસો પહેંલા સાંભળેલા અને એની જે દ્રઢ છાપ મન પર અંકાઈ હતી એમાંથી કદાચ આ કૃતિ પ્રેરાઈ છે. એને બ્લોગ પર રજુ કરતા એક રોમાંચ અનુભવું છું... આ રહ્યા મારા કી બોર્ડના કવન ! 


ખંડેરિયા શબ્દ સાચવ્યા તો સારું થયું
ઈમેલિયા સંદેશ પાઠવ્યા તો સારું થયું
હતી ઝંખના મળવાની કેટલી સદીઓની
નેટ પર દ્ર્શ્ય ફાળવ્યા તો સારું થયું
આહલાદ આલિંગનનો ક્યારે મળત
વર્ચ્યુઅલ સપન સાંપડ્યા તો સારું થયું
બધા ઘાટ વિખરાયા ટુકડા થઈ પળમાં
સ્ક્રીનમાં શિલ્પ સાચવ્યા તો સારું થયું
મહેંકતાતા શેર બાબુલના એમ તો
કી બોર્ડના કવન સાંભળ્યા તો સારું થયું 


4 ટિપ્પણીઓ:

  1. Pancham Shukla 11:28

    Quite new concept. ....કી બોર્ડના કવન in line with changing world.

    જવાબ આપોકાઢી નાખો
  2. 'અસર' માં આની અસર વંચાય ના વંચાય
    બ્લોગ માં સમાવી દીધું એ સારું થયું

    સઈદ પઠાણ (USA)

    જવાબ આપોકાઢી નાખો
  3. Dawoodbhai Ghanchi 14:30 5/12/09

    આ તો ઘણી મજાની રચના છે.યંત્રની સાથે લાગણીઓ જોડી દેવી અને એના માં પ્રાણ ફૂકવો એ કવિ હૃદય માગી લે છે.ખરું કે નહિ?

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...