શુક્રવાર, 6 નવેમ્બર, 2009

ત્રણ હાઇકુ - 'બાબુલ’



ત્રણ હાઇકુ
 
લખી તો દઉં 
હું નામ ફૂલ પર  
ખરી જાય તો
---- 
વહાલા લાગે 
ચેરી બ્લોસમ થી  
ગુલ મહોર
---- 
થરથરતાં 
વૃક્ષ સૌ નિર્વસ્ત્ર 
પાનખરમાં  
-

'બાબુલ’
૬/૧૧/૦૯


2 ટિપ્પણીઓ:

  1. બાબુલ,
    હાઈકુ માણ્યાં. ખુશી થઈ.
    આજે તમારા બ્લોગની મુલાકાત લીધી. ખૂબ જ સારું લાગ્યું. બધી રચનાઓ મનને રાહત આપનારી છે. અવારનવાર મુલાકાત લેવાનું ગમશે.

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...