Friday, 27 November 2009

ગલગલિયાં - 'બાબુલ’



તહેવારની ખુશી સૌથી વધુ બાળકોને હોય છે; ઇદના પ્રસંગે મારા આ બાળકાવ્ય થકી સૌને શુભેચ્છા... 


કિનારે રમવા આવ્યું બતક
જોઇ બિલ્લાને ભાગ્યું તરત
ચકલીને પણ જોવા મળત
સસ્સારાણાની એક રમત
કાચબાજીની કાઠી કસરત
મગરને ગલગલિયાં કરત
એક ટીંટોડી જો ના ઠગત
તો હંસલા ખડખડાટ હસત
માછલીએ મારી છે શરત
કે થાકશે જરૂર બગભગત
દેડકો ય કાંઇ ના ઉછળત
કીડી મંકોડા જો ના લડત


'બાબુલ’

3 comments:

  1. આ કેટલું નિર્દોષ બાળ સહજ ગીત છે?શબ્દોની સરળતા દિલના ભાવોને સાંગોપાંગ રજુ કરે છે એ એની ખૂબી છે.ઈદ પણ એ ભાવના ની દ્યોતક છે.અભિનંદન
    દાઉદભાઈ ઘાંચી
    Kalol

    ReplyDelete
  2. This is an interesting rhyme. Good.

    Vipool Kalyani

    ReplyDelete
  3. સરસ બાળગીત.
    ઈદ મુબારક.

    Pancham Shukla

    ReplyDelete