મંગળવાર, 10 નવેમ્બર, 2009

ફાસ્ટ ફૂડ - કૃષ્ણ દવે



ભાઈ કૃષ્ણ દવેએક બહુજ પ્રભાવશાળી કવિ અને કાવ્યપાઠક છે... જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. એમની લાક્ષણિક મુદ્રા છે એક લીમડાના દર્દની વાત કરતી વેળાની... અહીં એમના જ શબ્દોમાં એ મૂકી છે...

લિમડાને આવી ગ્યો તાવ.  
લિમડાનાં દાદા ક્યે કહિ કહિ ને થાકી ગ્યો,  
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.  

ટી શર્ટ અને જીન્સ વાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહી ફાવે! 
પીત્ઝા અને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી અને શાક ક્યાંથી ભાવે?  
વર્ષોથી બોટલમાં કેદી થઇ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.  

અપટુડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કૈ ગાવા! 
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા? 
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમીક્ષના ગાણાઓ ગાવ
જાવ હજી ફાસ્ટફુડ ખાવ. 

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો  
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો?  
માંદા પડવાનું પોસાય કદિ કોઈને'ય સાંભળ્યા છે ડોક્ટર ના ભાવ?  
 લિમડાને આવી ગ્યો તાવ.  
લિમડાનાં દાદા ક્યે કહિ કહિ ને થાકી ગ્યો,  
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.

-----
કૃષ્ણ દવે અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...