મંગળવાર, 27 ઑક્ટોબર, 2009

બંદી - 'બાબુલ’

હોઈશ હું ભયંકર ગુનેગાર
એથી
બંદી બનાવાઈને પુરાવાઈ ગયો છું
મારામાં જ
હું
માંલીપાના અંધકારથી છળી ઉઠું છું
યુગો સુધી
સળવળાટ કરતાં સાપોલિયાં સાથે
રમતાં રમતાં
કંટાળી જાઉં છું
અંતે
મારી સાથે મારામાં જ કેદ થઇ ગયેલી
એવી કોઈ એક ક્ષણ
ખણખણાટ કરતી
આવીને વળગી પડે છે મને
પણ
બંદીઓને આલિંગવાની ક્યાં છૂટ હોય છે?
એથી
ચોમેરથી ધસી આવતા કોલાહલના ટોળાં
બંદીગૃહમાં પ્રવેશે
એ પહેલાં
ફરી બેડીઓમાં પરોવી દઉં છું
હું મારી જાત

'બાબુલ’

કાવ્ય સંગ્રહ 'અસર' માંથી

2 ટિપ્પણીઓ:

  1. સરસ અછાંદસ. બંદીના રૂપકથી ઉઘડતું આંતરદર્શન અને જાત સાથેની મથામણ- વિશષ્ટ અસહાયતાના ભાવો વેધક રીતે ઉપસ્યા છે.

    પંચમ

    જવાબ આપોકાઢી નાખો
  2. સરસ કાવ્ય.. બાબુલ ઉપનામ છે ?

    Lata Hirani

    જવાબ આપોકાઢી નાખો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...