સોમવાર, 4 મે, 2009

બંધ નયનની વાતો - 'બાબુલ’

ન સનમની વાતો ન સજનની વાતો
બાકી રહી ગઇ બસ દફનની વાતો
ફરકતી’તી સુંવાળી વાદળી ઓઢણી
બળબળતી રેતને છે કફનની વાતો
કેટલો શાંત છે અહીંનો કોલાહલ
ભીની નજર કરે બંધ નયનની વાતો
લીલા લાલ પીળા સોનેરી રૂપેરી
રંગ બધા કરે એ જ સપનની વાતો
ધડકે શેરમાં આ દિલ સતત યા
છે ‘બાબુલ’ છલકતા ગગનની વાતો
'બાબુલ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...