ગુરુવાર, 5 ફેબ્રુઆરી, 2009

ભીની સવારે--- ‘બાબુલ’

ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું
અધખુલી આંખમાં એનું સપનુ મધુર આયું

ઝરમર ઝરમર વાદળીઓએ ભીંજવ્યું લીલું ઘાસ
પ્રેમ ભરીને નાચ્યું પછી ત્યાં ગુલાબી આકાશ

એને વળગવા સાગરનું યે મન બહુ લોભાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું
લાગે આજે સ્નેહનો અવસર હશે કોઇ ખાસ
મેઘધનુષે પાડી આપ્યા લ્યો સતરંગી ચાસ
પ્રિયા તારી હેત નજરથી હૈયું ખૂબ હરખાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું

મંદ લહેરો લઇ આવી ઉંબરે સરોવર ભરી સુવાસ
વંડી ઠેકી આવિયો ઘરમાં વ્હાલુડો ઉજાસ

છેક ઝરૂખે આવી જાણે સ્મિત પછી શરમાયું
ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું

2 ટિપ્પણીઓ:

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...