Thursday, 31 December 2009

Happy New Year! ફરી - બાબુલ

ફરી મળવાની પાતળી એક ક્ષણ હોય
સહુ ને સહિયારું એક આમંત્રણ હોય
નવી સવાર  નવા તેજ  નવ કલ્પનો 
નવા ગીત ને નવા અવતરણ હોય 
બાબુલ  

Sunday, 27 December 2009

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલએન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ પ્રસ્તુત છે... વધુ એક વર્ષ પૂરું થવાને છે ત્યારે એન્ડ્રુ માર્વેલ વર્ણવે છે એમ જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઇ જીવન ને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ થઇએ અને પ્રેમ વહેંચીએ!
પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

Friday, 25 December 2009

એવું કરો - મહેંક ટંકારવીએવું કરો કે રોજ મુલાકાત થઇ શકે
આપસમાં પ્રેમની બે ઘડી વાત થઇ શકે
ઘૂંઘટ ઉઠાવો આપ તો, ઉગે દિવસ ને
ઝૂલ્ફો વિખેરો આપ ને રાત થઇ શકે

મહેંક ટંકારવી   

Thursday, 24 December 2009

વિશ્વમાનવી -ઉમાશંકર જોશી

Christmas Greetings!!! It is the season of festivities and goodwill around the world. We offer our warm greetings for the festive season. The message of concordance and benevolence is so beautifully captured in the following verses of the premier Gujarati poet, Umashankar Joshi. Best wishes for the festive season. વિશ્વમાં અત્યારે નાતાલ ઉત્સવ પર્વ છે - સદભાવના અને કરુણાનો અવસર ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ વાંચકો ને અમારી હાર્દિક શુભકામના. આ ટાણે યથાયોગ્ય - મૈત્રી, સહિષ્ણુતા અને સહ્ર્દયતાનો સંદેશ જે આપણા ધુરંધર ગુજરાતી સાહિત્યના મોવડી શ્રી ઉમાશંકર જોશી ના  પ્રખ્યાત 'વિશ્વમાનવી' કાવ્યમાં જીવંત છે અને એ  આપને સાદર છે,   શુભેચ્છા સહ


વિશ્વમાનવી
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું ના ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યકિત મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
                     
- ઉમાશંકર જોશીસૌજન્ય: વિપુલ કલ્યાણી 

Tuesday, 22 December 2009

મહાભારત, એક માથાકૂટ - કૃષ્ણ દવે


કૃષ્ણ દવે ની કલમે કંડારેલ આ કૃતિ માર્મિક રચનાઓની અગ્રહરોળમાં સાહજિકતાથી ગોઠવાઇ જાય છે... મહાભારત ના પ્રત્યેક પાસાની એમની નજરે કરેલી છણાવટ એમના આધ્યાત્મિક અવલોકન અને વિવેચન ઉપરાંત એમની કસાયેલી કલમની પ્રતીતિ કરાવે છે.  મારી પ્રિય પંક્તિઓ દ્રોણ અને વેદવ્યાસની છે.... કાવ્ય વ્યથાની વ્યાધિ આમ તો વ્યાપક નથી જ ! 


મહાભારત, એક માથાકૂટ...
જે કરવાના હતા જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.  _કૃષ્ણ.
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું-
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે.  _ભીષ્મ.
સમજણની નજરથીયે ના સમજે તો સમજી લેવાનું,
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે.  _ધ્રુતરાષ્ટ્ર.
આંખોએ પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને?
આમ જુઓ તો હકીકતોથી  રોજ ડર્યાની માથાકૂટ છે.  _ગાંધારી 
નહિતર એવી કઇ માં છે જે વ્હાલ નદીમાં તરતું મુકે!
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.  _કુંતી.
નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે.  _સહદેવ.
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા
હોય અંધ ના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.  _દ્રૌપદી.
સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે.  _ભીમ.
કવચ અને કુંડળની સાથે જીવ પણ ઉતરડી આપું કે?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે.  _કર્ણ.
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડે ને!
હા અથવા ના ની વચ્ચો વચ્ચ આમ ફર્યાની માથાકૂટ છે.  _અર્જુન.
અંગુઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિ બસ
ખોટ્ટી મૂરત સામે સાચ્ચા થઇ ઉચર્યાની માથાકૂટ છે.  _એકલવ્ય.
છેક સાત કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે.  _અભિમન્યુ.
મૃત્યુ સામે કપટ હારતું લાગ્યું ત્યારે સમજાયેલું
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે.  _શકુની
નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી,
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે.  _દ્રોણ
થાકી હારી આંસુના તળીયે બેઠા તો ત્યાં સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે.  _દુર્યોધન.

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે.  _અશ્વત્થામા.
ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે?
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે.  _યુધિષ્ઠિર.
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે વિચર્યાની માથાકૂટ છે.  _વેદવ્યાસ  

કૃષ્ણ દવે


      

Sunday, 20 December 2009

दरिया प्रेमका - અમીર ખુસરો

खुसरो दरिया प्रेमका, जा की उलटी धार
जो उतरा सो डूब गया, जो डूबा सो पार
अमीर खुसरो 


सौजन्य:  दाऊदभाई घांची Saturday, 19 December 2009

સ્નેહનાં સોગઠાં- બાબુલ

સ્નેહનાં સોગઠાં ખચોખચ હતાં
આપણે ય એમાં વચોવચ હતાં
કેવાં ખરડાયા સૌનાં વરણ હ્યાં
કો' કરણ તો  કો' ઘટોત્કચ હતા  

બાબુ 

Wednesday, 16 December 2009

વતન - બાબુલ

હથેળી પર આખું ગગન રાખું છું
નયનમાં તારું ચમન રાખું છું


છે રૂપાળા નખશિખ સુંદર 
મુલાયમ એવાં કવન રાખું છું


થઈ છે સૌભાગ્યની આ અસર
કે ભક્તિમાં મન મગન રાખું છું


ઉડી જઈશ ઘડીમાં હું પણ
બસ ઝાકળ જેવું વજન રાખું છું


વસી જાય જગત આપોઆપ
દિલમાં એવી લગન રાખું છું


આ સાત દરિયા પાર ‘બાબુલ’
ધબકતું મારું વતન રાખું છું


(ઇંટર સિટિ – 29 ઑગસ્ટ 08)

Sunday, 13 December 2009

होंसले - सईद पठान

तू  सभी  तरह  से  जालिम  मेरा  सब्र  आजमाले
तेरे  हर  सितम  से  मुझको  नए  होंसले  मिले  है

सौजन्य - सईद पठान

Saturday, 12 December 2009

બાવાના બેય - પંચમ શુક્લ

સૂક્ષ્મ અવલોકન, સબળ શબ્દાવલી, સંનિષ્ઠ ધ્યેયબધ્ધતા એ પંચમના કાવ્ય-લક્ષણો છે. અહીં પંચમના અવતરણોમાં એ તાદ્રશ છે... enjoy  

ગઝલ
બાવાના બેય બગડી ગયા એના પ્રેમમાં,
હરરાત એને જાય લઈ દુઃખનાં દેશમાં.
છોડીને જેને જેના માટે ખેલવા ગયો,
ખેલાડી ને એ ખેલ બધું ગુમ ક્ષણ-એકમાં.
છે શાંત આસપાસ સકળ, ના કોઈ ચલન,
બસ નાદ અનાહતનો ઊઠે ખાલી પેટમાં.
કંકણ ખણકતા સૂણી કમંડળ મહીં ક્વચિત્,
ચીપિયો પછાડી બોલે- અલખ! આછા ઘેનમાં.
એને ભભૂતિનો જ હવે આશરો રહ્યો,
કંઈ કેટલીયે હૂંફ ઠરી હોય ચેહમાં.પંચમ શુક્લ
૬-૧૨-૨૦૦૯


बावा - बाबुल

आयें थे हम तो ऐसे ही यहाँ बावा
फंस गये अब तो जाये कहाँ बावा
सुनते थे की है दुनिया कुछ नयी पर
है तंगदिल इन्सां जूठा जहाँ बावा बाबुल ९/१२/०९ 


लब पे आती है दुआ - इकबाल

लब पे आती है दुआ बन के तमन्ना मेरी
जिंदगी शम्मा की सूरत हो खुदाया मेरी
दूर दुनिया का मेरे दम अँधेरा हो जाये
हर जगह मेरे चमकने से उजाला हो जाये
हो मेरे दम से यूँ ही मेरे वतन की ज़ीनत
जिस तरह फुल से होती है चमन की ज़ीनत
जिंदगी हो मेरी परवाने की सूरत या रब
इल्म की शम्मा से हो मुझको मोहब्बत या रब
हो मेरा काम ग़रीबों की हिमायत करना
दर्द-मंदों से जईफों से मोहब्बत करना
मेरे अल्लाह बुराई से बचाना मुझको
नेक जो राह हो उस राह पे चलाना मुझको

इक़बाल

-----
दुआ = પ્રાર્થના, इल्म  = જ્ઞાન, शम्मा  = જ્યોત, ज़ीनत = રોનક, ગૌરવ, जईफों = વૃદ્ધ વયસ્કો, जिंदगी शम्मा की सूरत = પ્રજ્વલિત જ્યોત શુ જીવન 


Some were - Renia

કમ્પ્યુટર પર રચાયેલી કવિતાઓની શ્રેણીમાં ઈન્ટરનેટ પ્રેમપાત્રની ઝંઝાળ વિષે એક હળવી શૈલીમાં લખાયેલી કૃતિ શબ્દશ: .... 


Some were tall ones some were small ones
Some were thin ones and some were not
Some were dark and some were fair
Some with a shock of red hair

Some were late and some were lost
Some were funny and some were cross
Some were shy and stuttered a bit
Some were quiet with little wit

Some were smellie and very unkempt
Some were smart and well dressed gents
Some didn’t turn up…..

Some offered to pay for the meal that was had
Some took a split with a small tip to add
Some didn’t eat, for their weight they did watch
Some couldn’t speak for their food to despatch

Some had a lovely time and ‘shall we meet again?’
Some scarpered so quick their excuses so lame
Some politely refused to hand over a number
Some were blown away and ready to surrender

Some will internet date and some will not
Life’s a lucky dip so put your hand in the pot
If you don’t see your date in what’s been described
Beware, you could be the one of whom I have scribed

Renia Piskozub


Saturday, 5 December 2009

'લિમીટ' - કૃષ્ણ દવે

મારા 'કી બોર્ડ ના કવન' પછી હવે ભાઈ કૃષ્ણ દવેની 'લિમીટ' માણીએ! આ જગઝાળાની આ જ તો મજા છે કે ક્ષણવારમાં જોજનો સુધી પહોંચી જવાય છે.એટલે જ કદાચ કૃષ્ણભાઈ લિમીટની વાત કરે છે!


ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે
ધારે તો મૂળમાંથી તમને ડીલીટ કરી દે
જાણે છે એમને જે તૈયાર એ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે
મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે
અવગણ નહિ તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મુકે તારી લિમીટ કરી દે 
શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઈ છે
ટાણું એ સાચવી લે શ્રધ્ધાને હિટ કરી દે
દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પ્હેરો
દ્રષ્ટિનો ભેદ ભાંગે દ્રશ્યોને નીટ કરી દે 

કૃષ્ણ દવે (અમદાવાદ)   

Friday, 4 December 2009

કી બોર્ડના કવન - 'બાબુલ’

મનોજ ખંડેરિયાને 'વરસોના વરસ'નું પઠન કરતા વરસો પહેંલા સાંભળેલા અને એની જે દ્રઢ છાપ મન પર અંકાઈ હતી એમાંથી કદાચ આ કૃતિ પ્રેરાઈ છે. એને બ્લોગ પર રજુ કરતા એક રોમાંચ અનુભવું છું... આ રહ્યા મારા કી બોર્ડના કવન ! 


ખંડેરિયા શબ્દ સાચવ્યા તો સારું થયું
ઈમેલિયા સંદેશ પાઠવ્યા તો સારું થયું
હતી ઝંખના મળવાની કેટલી સદીઓની
નેટ પર દ્ર્શ્ય ફાળવ્યા તો સારું થયું
આહલાદ આલિંગનનો ક્યારે મળત
વર્ચ્યુઅલ સપન સાંપડ્યા તો સારું થયું
બધા ઘાટ વિખરાયા ટુકડા થઈ પળમાં
સ્ક્રીનમાં શિલ્પ સાચવ્યા તો સારું થયું
મહેંકતાતા શેર બાબુલના એમ તો
કી બોર્ડના કવન સાંભળ્યા તો સારું થયું 


Tuesday, 1 December 2009

Grace

રેનિયા - Renia- નું આ કાવ્ય ઉત્તર ઇંગ્લેન્ડ નાં પૂર્વીય કિનારે એક દિવાદાંડીના સંચાલક ની યુવાન દીકરીની શોર્યગાથા વર્ણે છે, લગાર 'ચારણ કન્યા'  જેમ. પોતાના ઘરમાંથી દરિયાઈ તોફાન માં સપડાયેલ એક નૌકાને જોઈ તે પછી  Grace  પોતાના પિતા સાથે જાતે હલેસા મારી એક હોડીમાં તૂટેલી નૌકાના પ્રવાસીઓ ને બચાવવા જીવનું જોખમ વહોરી લે છે એ સત્ય ઘટના પર આધારિત આ કાવ્ય માણવા જેવું છે, એમાં ડૂબવા આરે પહોંચેલી નૌકાના પ્રવાસીઓનું આક્રંદ, નિશ્ચેત માનવ દેહોની દરિદ્રતા, છીનવાયેલા - વિછુટેલા સાથીઓનું કારુણ્ય, આજીજી - હતાશા હુબહુ આલેખાયેલી છે. એમાં નવોદિત પ્રતિભા છે એ જરૂર વર્તાશે. ગયા મહીને એ ગ્રેસની જન્મતિથી હતી એ કદાચ કવિયત્રી માટે સ્ફૂરણા હશે?
Grace

A raging storm fires all her might and bounces from the rocks
A ship with all souls; bubbling and frothing; creaking and failing
The sea showed no calm or mercy for those clinging to out crops
Bodies float by, some caught in ship’s rigging and were eerily flaying

Cold, dark, menacing, raging torrents of water slam down and again
Relentless desperate cries of terror and foreboding are snatched in pain
The sea boils and leaps into gaping mouths, lungs froth and blood oozes
Into the water, into their eyes, onto each other among cuts and bruises

Hands aching; loosening grips; fingers being unpeeled by freezing brine
Ready to die - to sleep now in the darkest depths, release with a sigh
No longer frozen, no longer afraid,
Not hearing the thunder and ready to cave
A last breath taken; a last tear shed
‘Please forgive me’ as a last prayer said

Dawn began to show herself and what chaos the storm had craft
And in dawn’s shafts a girl rowed out pulling hard on oars in the aft
Seeing the nine still clung to rocks, she grimaced and fought to reach them
And strained to move the wooden bulk spurred on by skeletal seamen

Her father leapt across the rocks still hammered by the raging wind
Which tried in vain to send him down battered, bleeding and skinned
Grace kept the vessel all alone, safe from the spiking prongs
Off rocks which beckoned closer still but she kept it true and strong

November 24 1815 a heroine was born in the North West
She helped save the lives of nine of England’s best
Alas, aged 26 Grace died in the arms of her father
Lost to him, and the sea and her people at Bamburgh


Renia Piskozub
20 November 2009 


Friday, 27 November 2009

ગલગલિયાં - 'બાબુલ’તહેવારની ખુશી સૌથી વધુ બાળકોને હોય છે; ઇદના પ્રસંગે મારા આ બાળકાવ્ય થકી સૌને શુભેચ્છા... 


કિનારે રમવા આવ્યું બતક
જોઇ બિલ્લાને ભાગ્યું તરત
ચકલીને પણ જોવા મળત
સસ્સારાણાની એક રમત
કાચબાજીની કાઠી કસરત
મગરને ગલગલિયાં કરત
એક ટીંટોડી જો ના ઠગત
તો હંસલા ખડખડાટ હસત
માછલીએ મારી છે શરત
કે થાકશે જરૂર બગભગત
દેડકો ય કાંઇ ના ઉછળત
કીડી મંકોડા જો ના લડત


'બાબુલ’

Thursday, 26 November 2009

શું થયું મુંબઈ - કૃષ્ણ દવે


શું થયું મુંબઈ?
બધ્ધું જ શમી ગયું ને!
એ તો સ્મશાન વૈરાગ્ય!
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય,
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં?
રોઈ રોઈ ને આંખ સુજી ગઈ ને?
ચલ હવે શાંતિથી ઉંઘી જા,
બીજી કોઈ ઘટના ના બને ત્યાં સુધી.

કૃષ્ણ દવે   

Saturday, 21 November 2009

मेह

मेह सहरामे बरसते हे हमारे देस में
लोग पानी को तरसते हे हमारे देस में

સૌજન્ય: સઈદ પઠાણ ( યુ એસ એ )   

ફરિયાદ - 'બાબુલ’

મેઘધનુષની બસ એટલી ફરિયાદ છે
આછો સુરજ અને નાગો વરસાદ છે


'બાબુલ

તરસ્યાનું ઘર


કવિનું શબ્દ પ્રયોજન એવું શક્તિશાળી હોય છે કે સાદગી પણ મનોહર અને સ્પર્શનીય બની જાય છે. બહુ વરસોથી આ મુક્તક મારું પ્રિય બની રહ્યું છે... શક્ય છે આપ ને પણ એ ગમે!

ઝૂકી બહુ જ વાદળી મારા જ ઘર ઉપર
સમજી ગઈ એ, આ કોઈ તરસ્યાનું ઘર હશે

ઠાકોરભાઈ દેસાઈ 'પરિમલ'

Sunday, 15 November 2009

નાપસંદ - 'બાબુલ’ભાઈ પંચમ શુક્લનો એક શેર એમની ગઝલ 'કશું શાયદ પસંદ નથી' માં વાંચ્યો અને ગમી ગયો....
"પોઢ્યાં પિરામિડો તળે સૈકાઓથી સુખદ, 
બસ જિસ્મમાંથી રૂહની રુખસદ નથી પસંદ"
( http://spancham.wordpress.com/2009/11/15/nathi-pasan/)
---- અને એ જ રદીફ કાફિયામાં મારી આ કંડિકાઓ સાદર ....

આપી હતી બધી લઈ લીધી તમામ એ
નામના ઘેલછા ઉંચા આ પદ નથી પસંદ
કાયા જરા સમેટી લો તમે હવે 'બાબુલ'
નાની પડે કબર મને એવા કદ નથી પસંદ
'બાબુલ’ 


Saturday, 14 November 2009

અડખે પડખે - 'બાબુલ’

ડખે પડખે

આગળની post મા નીચે મુકેલ છે તે Side by side એક નવોદિત રચના છે. એમાં રેનિયા (Renia) એક યુવાન સૈનિકના મનોભાવ વર્ણવે છે... એક નવયુવાનનો સાહસ પ્રત્યેનો ઉમંગ, જંગ સુધી ની મુશ્કેલ સફર અને યુદ્ધની ભયંકર વાસ્તવિકતા અને પરકાષ્ઠા મા અંગત નુકસાનને એક નવું પરિમાણ આપ્યું છે. ...'અડખે પડખે' એનો અનુવાદ આપ ને સાદર છે. 'બાબુલ' Faruque Ghanchi

કદમતાલ એક જવાન સત્તર સાલના
ભેરુ હતા એના અડખે પડખે
ટોળે ઉમટ્યો જુસ્સો - લહેરાતા ધજા પતાકા,વળી ધબાકા ઢોલના
ઝુકેલી મા આંસુ ભીની નજરું છલકે
ચઢે એને શુર જોઈ નવા ભેરુ
ઉમંગમા એ જાણે મલકે
સજી ગણવેશ ઉપડ્યો દરિયે અજાણ્યે
નીરવતામા ઉંદરનું ચુ ચુ ખોફનાક, ભાસે ભેંકાર વહાણે
ખડા એ જલદ જળમાં ,
અજાણ કે પગ તો સડતા
એ ઊંઘ્યા જમ્યા રડ્યા
પડ્યા લોહી નીગળતા
એ જ ખાડામા અડખે પડખે
એક એક કરતા યાર ખોવાતા,
કો ઝેરી ગેસે, કો બંદુકે,
બાકી બણબણતી માખીએ
(અડખે પડખે)
પછી જે દિ આવ્યો સંદેશો ,
' અરે ઓ શુરવીર બંકાઓ , ના ડરશો'
અચાનક:
હૈયું એનું હચમચ્યું અને પૂગ્યું ઘેર,
જેને તરસતો 'તો એ આની મેર
લીધો શ્વાસ ઊંડો, તો સત્તરે જ પુખ્ત થઇ ગયો
જોયું ઘર, મા અને એ ડોલ્યો
ના રડ્યો
પણ લડખડ્યો
થઇ બેવડ
એ પડ્યો
ધરા પર,
ભેરુ હતા એના અડખે પડખે


અનુવાદ - 'બાબુલ'

Side by side - Renia

Side by Side
A boy of 17 marching in step,
His pals to the front and rear,
Cheering, waving crowds and brass bands played
As his mother crumpled with tears
Excited and so brave and with new friends he’d made
Uniforms all donned; to a foreign field they sailed
All was quiet, still and eerie save the squeak of the rat
They stood in rancid water as their feet did silently rot
They ate and slept and cried and bled in a pit side by side
One by one the pals were lost, to a sniper, to the gas, to the flies
Then the day the order came, ‘o’er the top lads, don’t be afraid’
Suddenly his heart lurched and went home, the place he truly craved
A man now at 17 - a deep breath he took,
He saw his home, his mother and shook
But didn’t cry as he folded and crumpled
To the ground with his pals side by side.
Renia Piskozub 19.10.09
Friday, 13 November 2009

સજ્જનો- 'બાબુલ’

નથી મળતો સદ્ ભાવ સજ્જનો
પ્રેમનો છે અહીં અભાવ સજ્જનો
સાપ સીડીનો સ્વભાવ સજ્જનો
સ્વજનો જ કરે છે ઘાવ સજ્જનો

'બાબુલ’

Tuesday, 10 November 2009

ફાસ્ટ ફૂડ - કૃષ્ણ દવેભાઈ કૃષ્ણ દવેએક બહુજ પ્રભાવશાળી કવિ અને કાવ્યપાઠક છે... જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. એમની લાક્ષણિક મુદ્રા છે એક લીમડાના દર્દની વાત કરતી વેળાની... અહીં એમના જ શબ્દોમાં એ મૂકી છે...

લિમડાને આવી ગ્યો તાવ.  
લિમડાનાં દાદા ક્યે કહિ કહિ ને થાકી ગ્યો,  
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.  

ટી શર્ટ અને જીન્સ વાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહી ફાવે! 
પીત્ઝા અને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી અને શાક ક્યાંથી ભાવે?  
વર્ષોથી બોટલમાં કેદી થઇ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.  

અપટુડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કૈ ગાવા! 
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા? 
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમીક્ષના ગાણાઓ ગાવ
જાવ હજી ફાસ્ટફુડ ખાવ. 

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો  
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો?  
માંદા પડવાનું પોસાય કદિ કોઈને'ય સાંભળ્યા છે ડોક્ટર ના ભાવ?  
 લિમડાને આવી ગ્યો તાવ.  
લિમડાનાં દાદા ક્યે કહિ કહિ ને થાકી ગ્યો,  
જાવ હજી ફાસ્ટફુડ ખાવ.

-----
કૃષ્ણ દવે અમદાવાદ

Monday, 9 November 2009

A snowy day- 'બાબુલ’


મૂઠીભર હૂંફાળો ચળકતો બરફ ઉપાડ્યો
,
ન પૂછ્યું !
અમસ્તો કર્યો ઘા

એ વાસી અને સાવ ઝાંખા સૂરજનો
,
અને
વાદળામાં વીંટાઈ રહ્યો

માત્ર પડછાયો
જાણે

ઈસુનું ક્ફન!

Sunday, 8 November 2009

A snowy day- 'બાબુલ’

A handful of warm glistening snow
Picked up without consent, only to throw
Stale faint sun, pulled over a cloud
Mere shadow – almost the Christ’s shroud
At the end of the frozen fence
An open gate- the last defence
No more sheep, just emptied white field
A blank canvas for artists’ guild
On a distant slope, giggles slide
Skidding laughter had no where to hide
Seeking you, feeling you soft as the snow
Wish – some day affection would grow
The meadows would sing as springs flow
Melting hearts and a hundred suns to glow.

Faruque Ghanchi

Friday, 6 November 2009

અચરજ કહે છે! - બાબુલ'

પંચમ શુક્લ - એવા કવિ મિત્ર છે કે જેની મૈત્રીનો ગર્વ થાય. ભાઈ પંચમ ના બ્લોગ પર એમની રચના 'ખરજ કહે છે' http://spancham.wordpress.com/2009/11/01/kharaj-kahe-chhe/ના પ્રત્યુત્તર રૂપે નીપજેલી આ કડીઓ અહીં મૂકી છે...  


સુણ તો ગામની રજ રજ કહે છે 

નેણ ખોલી જો તો સુરજ કહે છે 

ના સમજાયું 'બાબુલ'તો પછી 

આખર એને અચરજ કહે છે!


બાબુલ


ત્રણ હાઇકુ - 'બાબુલ’ત્રણ હાઇકુ
 
લખી તો દઉં 
હું નામ ફૂલ પર  
ખરી જાય તો
---- 
વહાલા લાગે 
ચેરી બ્લોસમ થી  
ગુલ મહોર
---- 
થરથરતાં 
વૃક્ષ સૌ નિર્વસ્ત્ર 
પાનખરમાં  
-

'બાબુલ’
૬/૧૧/૦૯


આડે પડખે - 'આદિલ'

ક આત્મીય અને ખૂબ સાલસ દિલમાં વસતો માણસ એટલે 'આદિલ' સાહેબ! મારા અદના શબ્દપ્રયોજન ને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર એ નેકદિલ ઇન્સાનને હજુ એમની ગઝલો માં ધબકતા જોઈ શકાય છે. એમની કૃતિઓ પ્રેમની નજાકત અને જીંદગીની ગંભીર ફિલસુફી એવી સાહજીકતાથી વણી લે છે કે વાચક મોહિત થયા વિના ના રહી શકે. એમના કાવ્ય સંગ્રહ 'મળે ના મળે' માં અઢળક કાવ્ય સંપત્તિ ભરેલી છે. એમાંની એક કૃતિમાંથી ગમેલી ગઝલ પંક્તિ ઓ આદિલ સાહેબની મૃદુ યાદમાં..
કોઈ પણ નામ મનમાં ધારી લે 
એક અસ્તિત્વને સ્વીકારી લે 
.... 
એ નથી સારી કે નઠારી લે 
જીંદગી જેવી છે સ્વીકારી લે 
... 
લે આ યમરાજની સવારી લે 
બારણે તારા જો પધારી લે 
જો ચડી આખરી ધ્રુજારી લે 
તારા પડખામાં આવકારી લે 
આવતી કાલ શું થવાનું છે 
એ જરા આજથી વિચારી લે 
... 
... 
આડે પડખે કબરમાં થા 'આદિલ' 
લે હવે પગ જરા પ્રસારી લે .


'આદિલ' મન્સૂરી

હવે બોલવું નથી

ક સદાબહાર શાયર ચૂપ રહેવાની રજૂઆત કરે એમાં જરૂર કોઈ ખાસ વાત હોવી જોઈએ. જ. 'સૈફ' પાલનપુરી નો મરતબો - સ્થાન - મોભો -ગુજરાતી ગઝલકારોની અવ્વલ - અગ્રીમ હરોળ માં છે. અહીં મુકેલી એમની એક ખુબ જાણીતી ગઝલમાં એમણે ભારોભાર પ્રણયરસ ભર્યો છે. એથી ઉપર જરા ધ્યાનથી જોઈએ તો ...મત્લાની આંખોને દરેક શેર ના જુદા દ્રશ્યો બતાવી મક્તામાં નજર ઝુકતા શબ્દોને હરામ કરાવી દે છે! એ જ તો છે 'સૈફ' at his best !
આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ હવે બોલવું નથી 
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું 
કેવું મળ્યું ઇનામ હવે બોલવું નથી 
પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી દોસ્તો 
ચૂકવી દીધા છે દામ હવે બોલવું નથી 
લ્યો સમા પક્ષે 'સૈફ' નજર નીચી થઇ ગઈ 
શબ્દો હવે હરામ હવે બોલવું નથી 


'સૈફ' પાલનપુરી .."ઝરુખો"

Monday, 2 November 2009

મીટ્ટી કે ઘરોન્દે - જાવેદ અખ્તર

ક્યારેક આપણે ખુદ ઉન્માદમાં એવા વ્યસ્ત થઇ જઈએ છીએ કે આનંદનો અવસર ક્યારે ગ્લાનિમાં બદલાઈ જાય છે એનો અહેસાસ પણ થતો નથી. સમય જતા દિલમાં જાગેલો એનો અફસોસ યાદ જરૂર અપાવે છે!

મશરૂફ હુએ ઇતના હમ દીપ જલાનેમેં
ઘર કો હી જલા બેઠે , દિવાલી મનાનેમેં
મીટ્ટી કે ઘરોન્દે અબ યાદ બહોત આતે
હુમ તુમ જો બનાતે થે બચપન કે જમાને મેં

જાવેદ અખ્તર

સૌજન્ય : સઈદ પઠાણ (યુ એસ એ )

Sunday, 1 November 2009

रीढ़-

रीढ़


"सर, मुझे पहचाना क्या?"
बारिश में कोई आ गया
कपड़े थे मुचड़े हुए और बाल सब भीगे हुए

पल को बैठा, फिर हँसा, और बोला ऊपर देखकर

"गंगा मैया आई थीं, मेहमान होकर
कुटिया में रह कर गईं!
माइके आई हुई लड़की की मानिन्द
चारों दीवारों पर नाची
खाली हाथ अब जाती कैसे?
खैर से, पत्नी बची है
दीवार चूरा हो गई, चूल्हा बुझा,
जो था, नहीं था, सब गया!

"’प्रसाद में पलकों के नीचे चार क़तरे रख गई है पानी के!
मेरी औरत और मैं, सर, लड़ रहे हैं
मिट्टी कीचड़ फेंक कर,
दीवार उठा कर आ रहा हूं!"

जेब की जानिब गया था हाथ, कि हँस कर उठा वो...

’ना ना', ना पैसे नहीं सर,
यूंही अकेला लग रहा था
घर तो टूटा, रीढ़ की हड्डी नहीं टूटी मेरी...
हाथ रखिये पीठ पर और इतना कहिये कि लड़ो... बस!"

Reedh (Original Title Kanaa)
Original Marathi Poem : Kusumagraj
Translated by Gulzar

સૌજન્ય - ભાવેશ ભટ્ટ (અમદાવાદ)

હૃદય - 'બાબુલ’

છે હૃદય
એક શ્રદ્ધાનો વિષય
ધબકવું એનું
છે ઈશ્વરમય
અટકવું એનું
કરે ઈશ્વર તય
મળવું હૃદયનું
રોમ રોમ પ્રણય
રેતઘડી સમ
ઉલેચે સમય
છે હૃદય
ખૂબ મજાનો વિષય

'બાબુલ’
Bodrum (Turkey ) ૨૭/૧૦/૨૦૦૯

Tuesday, 27 October 2009

બંદી - 'બાબુલ’

હોઈશ હું ભયંકર ગુનેગાર
એથી
બંદી બનાવાઈને પુરાવાઈ ગયો છું
મારામાં જ
હું
માંલીપાના અંધકારથી છળી ઉઠું છું
યુગો સુધી
સળવળાટ કરતાં સાપોલિયાં સાથે
રમતાં રમતાં
કંટાળી જાઉં છું
અંતે
મારી સાથે મારામાં જ કેદ થઇ ગયેલી
એવી કોઈ એક ક્ષણ
ખણખણાટ કરતી
આવીને વળગી પડે છે મને
પણ
બંદીઓને આલિંગવાની ક્યાં છૂટ હોય છે?
એથી
ચોમેરથી ધસી આવતા કોલાહલના ટોળાં
બંદીગૃહમાં પ્રવેશે
એ પહેલાં
ફરી બેડીઓમાં પરોવી દઉં છું
હું મારી જાત

'બાબુલ’

કાવ્ય સંગ્રહ 'અસર' માંથી